તઈ તેઓ સોકીદારોને હારે લયને ઈસુની કબર પાહે ગયા અને કબરના પાણા ઉપર મહોર લગાડી, જેથી એને કોય હટાવે નય, ફરી તેઓ કેટલાક સોકીદારોને કબરનું ધ્યાન રાખવા હાટુ ન્યા મુકી ગયા.
જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
ઈ હાટુ જઈ સ્પેન જાય તો તમારી પાહે થયને જાય કેમ કે, મને આશા છે કે, આ યાત્રામાં તમને મળુ, અને હું તમારી સંઘતથી રાજી થય જાવ, હું ઈચ્છું છું કે, તમે મને મારી સ્પેન દેશની યાત્રા હાટુ મદદ કરો.
જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.