જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.