Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 15:24 - કોલી નવો કરાર

24 ઈ હાટુ જઈ સ્પેન જાય તો તમારી પાહે થયને જાય કેમ કે, મને આશા છે કે, આ યાત્રામાં તમને મળુ, અને હું તમારી સંઘતથી રાજી થય જાવ, હું ઈચ્છું છું કે, તમે મને મારી સ્પેન દેશની યાત્રા હાટુ મદદ કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 15:24
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.


જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”


હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી.


મારો કેવાનો અરથ આ છે કે, હું તમને મજબુત બનવામાં મદદ કરય અને તમે મને મજબુત બનાવવામાં મદદ કરશો. તમે મજબુત થય જાહો કેમ કે, તમે જાણો છો કે, હું કેવો વિશ્વાસ કરું છું, અને હું મજબુત થય જાય કેમ કે, હું જાણું છું કે, તમે કેવો વિશ્વાસ કરોશો. એટલે તમારી વસે રયને તમારી હારે ઈ વિશ્વાસથી જે મારામાં અને તમારામા છે, એનાથી મને પ્રોત્સાહન મળે.


એટલે ઈ કામ પુરું કરીને અને તેઓની હાટુ ઈ ફળ હાસીન પુગાડીને, હું તમને મળીને સ્પેન દેશ જાય.


આની લીધે મારી યોજના આ હતી કે, હું તમારી પાહેથી થયને મકદોનિયા પરદેશમાં જાવ, અને ફરી મકદોનિયા પરદેશથી પાછા ફરીને તમારી પાહે આવું, અને તમે યહુદીયા પરદેશ તરફ મારી યાત્રા હાટુ મદદ કરી હકો.


એનામાંથી થોડાક લોકો જેની મદદ તે કરી છે, તેઓએ આયની મંડળીના વિશ્વાસી લોકોને બતાવ્યું છે કે, તુ પોતાના સાથી વિશ્વાસી લોકોથી કેટલો પ્રેમ કરે છે, હવે મારે તને ઈ કેવાનુ છે કે, તુ ઈ લોકોની મદદ કરવાનું સાલું રાખ, જે તમને છોડીને બીજી જગ્યાએ જાવા માગે છે. આ જ કામ પરમેશ્વરને રાજી કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ