એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.
કોય ભુંડી વાત તમારા મોઢાથી નો નીકળે પણ ઈ વાતોને કેય જે લોકોની હાટુ જરૂરી છે જે એને વિશ્વાસમાં મજબુત બનવામાં મદદ કરે. તઈ જે કાય પણ તમે કેહો તો ઈ તમારા હાંભળનારનું ભલું કરશે.