Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 15:18 - કોલી નવો કરાર

18 મસીહે મારા દ્વારા જે કરયુ છે હું ઈ કેવા હાટુ સાહસી છું, હું બિનયહુદી લોકોને પરમેશ્વરનું પાલન કરાવવામાં સક્ષમ છું, જઈ તેઓએ મારા શબ્દોને હાંભળ્યા અને મારા કામોને જોયા તો તેઓએ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 15:18
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેને પાંસ તાલંતો એટલે એક તાલંતની કિમંત લગભગ પંદર વરહની મજુરી બરાબર છે તે મળ્યા, ઈ તરત જયને વેપાર કરીને બીજા પાંસ તાલંત કમાણો.


અને ઈસુના ચેલાઓ ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ લોકોને હારા હમાસાર હંભળાવી. પરભુ ઈસુએ તેઓને સામર્થ્ય આપ્યુ, અને તેઓની દ્વારા કરવામા આવ્યા સમત્કાર આ સાબિત કરતાં હતાં કે, એનો સંદેશો હાસો હતો. આમીન. જેનો અરથ છે આવુ જ થાય.


તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.


તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા.


જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.


તઈ એણે એને સલામ કરીને, જે જે કામ પરમેશ્વર એની સેવા દ્વારા બિનયહુદી લોકોની હારું કરતાં હતાં, એક-એક કરીને બધાય બતાવ્યા.


પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.


મસીહ દ્વારા અમને કૃપા અને ગમાડેલો ચેલો એવું પદ મળ્યું છે કે, એના નામના કારણે બધીય જાતિના લોકો મસીહ ઉપર વિશ્વાસ કરે અને એની આજ્ઞાનું પાલન કરે.


પણ હવે પરગટ થયને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓ દ્વારા બધાય બિનયહુદી લોકોને સંદેશા દ્વારા બતાવી દીધુ છે કે, તેઓ વિશ્વાસથી આજ્ઞા પાળનારા થય જાય.


પરમેશ્વરનો આભાર માનો કેમ કે, તમે એક વખતે પાપના ગુલામ હતાં, પણ હવે તમને આપવામાં આવેલુ શિક્ષણ તમે પુરા હૃદયથી સ્વીકારયું છે.


પરમેશ્વર, આપડા પરભુ ઈસુનો બાપ જેનું નામ સદાય હાટુ આશીર્વાદિત છે, ઈ જાણે છે કે, હું ખોટુ કેતો નથી.


કેમ કે, જો હું અભિમાન કરવા ઈચ્છું તો પણ મુરખ નો થયો, કેમ કે હાસુ બોલય, પણ હું એવું અભિમાન કરવાનું છોડી દવ છું, એવુ નો થાય કે, જેવું કોય મને જોવે છે કા મને હાંભળે છે, મને એનાથી મોટો નો હમજે એટલે હું મૂંગો રવ છું.


આપડે એમ નથી કેતા કે, આપડી પોતાની પાહે ગમે ઈ કરવાની લાયકાત છે. પણ આ લાયકાત પરમેશ્વર તરફથી આપણને મળી છે.


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


કેમ કે, પરમેશ્વર, સુન્‍નતીઓનો યહુદીઓની વસ્સે એક ગમાડેલો ચેલો થાવા હાટુ પિતરની નિમણુક કરી છે, આ ઈ જ હતો જેણે મને બિનયહુદીઓ વસ્સે ગમાડેલો ચેલો થાવા હાટુ નિમણુક કરયો.


જે કાય પણ તમે કયો છો કા કામોથી જે કાય કરો બધુય પરભુ ઈસુને નામે કરો, અને એની દ્વારા પરમેશ્વર બાપના આભારી રયો.


તમારા મનોમાં શાંતિ આપે, અને તમને બધાય હારા કામો, અને દરેક હારી વાતોમાં જે તમે કરો છો અને ક્યો છો એમા તમને મજબુત કરે.


જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.


અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા.


પરમેશ્વરનાં વચનને ખાલી હાંભળનારા બનીને પોતાની જાતને દગો નો આપો, પણ વચનને માનનારા બનો.


હે મારા વાલા બાળકો, આપડે ખાલી શબ્દો અને વાતોથી નથી, પણ મદદ કરીને હાસાયમાં પ્રેમ કરી.


ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ