13 હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.
પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું.
પરમેશ્વર તમને તમારી જરૂરીયાતથી પણ વધારે દેવામાં સમર્થ છે, જેનાથી દરેક વાતોમાં અને દરેક વખતે, બધુય, જે તમને જરૂરી હોય, તમારી પાહે રેય. જેથી દરેક ભલા કામો હાટુ તમારી પાહે બોવ જ કાક હોય.
તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.