હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.
પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.