3 અને જે કોય બધીય વસ્તુ ખાય એને તુચ્છ નો ગણો, અને જે કોય બધીય વસ્તુ નથી ખાતો એનો ન્યાય કરવો નય; કેમ કે, જે બધુય ખાય છે અને જે બધુય નથી ખાતો, પરમેશ્વર બેયને અપનાવે છે.
સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.
તઈ યોહાનના ચેલાઓએ ઈસુની પાહે આવીને કીધું કે, “શું કારણ છે કે, અમે અને ફરોશી ટોળાના લોકો ઘણીય વાર ઉપવાસ કરી છયી, પણ તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?”
કેટલાક પોતાના વિષે અભિમાન રાખતા હતાં કે, અમે ન્યાયી છયી, અને બીજાને નકારતા હતાં, તેઓને પણ ઈસુએ આ દાખલો કીધો કે,
તઈ પિતરે કીધું કે, “હવે મને પાક્કું હમજાણું કે પરમેશ્વર કોયનો ભેદભાવ કરતાં નથી.
પિતર આ વાતુ કરવા મંડયો હતો કે, વચન હાંભળનારા બધાય લોકોની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યો.
કેમ કે, ટાઢ હતી અને વરસાદ થાવા મંડ્યો હતો, ઈ હાટુ એણે ઉમ્બાળ હળગાવો અને પ્રેમથી અમારા બધાયનું સ્વાગત કરયુ.
કેમ કે, જો તેઓનો નકાર થાવાથી માણસ જગતનું પરમેશ્વર હારે સમાધાન થયુ, તો તેઓનો સ્વીકાર થાવાથી મોતમાંથી જીવન સિવાય બીજુ શું થાહે?
પણ જે કોય વિશ્વાસમા નબળો છે એની દલીલ વિષે ન્યાય કરયા વગર એને અપનાવો.
તો તારા ભાઈનો ન્યાય તું હુકામ કરશો? કા, તું તારા ભાઈનો નકાર હુકામ કરશો? આપડે બધાયે પરમેશ્વરનાં ન્યાયાસન હામે ઉભા રેવાનું છે.
આપડે એક-બીજાનો ન્યાય કરવાનું બંધ કરી. એને બદલે એવો નિર્ણય કરી કે, આપડે આપડા વિશ્વાસી ભાઈને ઠોકરરૂપ થાયી નય, અને ઈ પાપમાં પડે એવુ કોય કામ કરી નય.
જો તારા ખોરાકની લીધે તારા ભાઈને તકલીફ થાય છે, તો ઈ બાબતમાં તું પ્રેમ પરમાણે વરતતો નથી. જેની હાટુ મસીહ મરણ પામ્યો એનો નાશ તું તારા ખોરાકથી નો કર.
હારું તો ઈ છે કે, માંસ નો ખાવું, દ્રાક્ષારસ નો પીવો, અને કાય એવુ નો કરવુ, જેનાથી તારો ભાઈ પાપમાં પડે.
ઈ હાટુ એક-બીજાને અપનાવો ન્યા હુધી કે, પરમેશ્વરની મહિમા કરવા હાટુ જેમ મસીહે તમને અપનાવ્યા છે, જેથી લોકો પરમેશ્વરની મહિમા કરશે.