પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.
પણ વિશ્વાસ વગર પરમેશ્વરને રાજી કરી હકાય નય, કેમ કે પરમેશ્વરની પાહે જે આવે છે એને એવો વિશ્વાસ કરવો જોયી કે, પરમેશ્વર છે અને જે એને ખંતથી ગોતે છે, તેઓને ઈ એનું ફળ આપે છે.