પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે તઈ ઈ તરત ઠોકર ખાય છે.
પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”
પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.