20 તમારુ કાક ખાવાની વસ્તુઓને ખાવાના કારણે પરમેશ્વરનું કામ નો બગાડે, બધુય હારુ તો છે, પણ ઈ હારુ નથી જઈ તમે ઈ વસ્તુ ખાવ છો, એના કારણે તમે બીજાની હાટુ એક ઠોકરનું કારણ બની જાવ છો.
“પણ આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.”
કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.