હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.
તમારુ કાક ખાવાની વસ્તુઓને ખાવાના કારણે પરમેશ્વરનું કામ નો બગાડે, બધુય હારુ તો છે, પણ ઈ હારુ નથી જઈ તમે ઈ વસ્તુ ખાવ છો, એના કારણે તમે બીજાની હાટુ એક ઠોકરનું કારણ બની જાવ છો.
જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.
પિતર એવાં વિશ્વાસુઓ હારે ખાતો હતો જે યહુદી નોતા. પણ જઈ યાકુબ દ્વારા મોકલેલા થોડાક વિશ્વાસુ યરુશાલેમથી આવ્યા, તો એણે તેઓની હારે મળવાનું અને ખાવાનું બંધ કરી દીધું કેમ કે, ઈ તે યહુદીઓથી બીતો હતો. જે ઈચ્છતા હતા કે બધાય બિનયહુદીઓની સુન્નત થાવી જોયી.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.
અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.
કેમ કે, ખાલી લોકોને ખાવા, પીવાના વિષે અને બીજા શુદ્ધિકરણની વિષે દેખાડે છે જેના દ્વારા લોકો બારેથી સાફ થય જાય છે, આ વિધીઓને ન્યા હુધી માનવાનું હતું જ્યાં હુધી કે પરમેશ્વર પોતાનો નવો નિયમ લાગુ નો કરે.