Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 14:19 - કોલી નવો કરાર

19 એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 14:19
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

મેળ કરાવનારાઓ આશીર્વાદિત છે, કેમ કે, તેઓ પરમેશ્વરનાં દીકરા કેવાહે.


મીઠું એક જરૂરી વસ્તુ છે, પણ જો મીઠું પોતાનુ સ્વાદ ગુમાવી નાખે છે, તો તમે એનુ સ્વાદ કેવી રીતે પાછુ લીયાયશો? પછી તમારા એકબીજામાં મીઠાના જેવા ગુણ હોવા જોયી અને એકબીજાની હારે શાંતિથી રેવું જોયી.”


જો શક્ય હોય, તો ગમે એમ કરીને બધાય માણસોની હારે હળી-મળીને રયો.


આપડામાંથી દરેકે આપડા સાથીનાં વિશ્વાસીઓ હાટુ કામ કરવુ જોયી, જે એની હાટુ હારુ છે અને જે એને રાજી કરશે અને એના વિશ્વાસને મસીહમા મજબુત બનાવશે.


હા બધી વસ્તુઓ હારી છે; પણ બધી ઉપયોગી નથી. બધી વસ્તુઓ હારી છે; પણ બધી લાભની નથી.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.


પણ જે કોય આગમવાણી કરે છે, ઈ લોકોને પ્રોત્સાહિત કરવા અને હિંમત આપવા મદદ કરે છે.


જે બીજી ભાષામાં વાતો કરે છે, ઈ ખાલી પોતાના જ વિશ્વાસને મજબુત કરે છે, પણ જે આગમવાણી કરે છે, ઈ મંડળીના બધાય વિશ્વાસીયોના વિશ્વાસને મજબુત કરે છે.


હું ઈચ્છું છું કે, તમે બધાય બીજી ભાષાઓમાં વાતો કરો, પણ ખાસ કરીને ઈચ્છું છું કે, આગમવાણી કરો કેમ કે, જો બીજી ભાષા બોલવાવાળો આ માણસ વાતનું મુલ્ય નથી કરતો તો ઈ મંડળીમાં વિશ્વાસીઑના વિશ્વાસને મજબુત કરવા હાટુ શું કેય છે, તો જે માણસ આગમવાણી કરે છે ઈ વધારે મહત્વનું કામ કરે છે.


જઈ અવિશ્વાસી ધણી કા બાયડી છુટાછેડા લેવા માગતા હોય, તો વિશ્વાસીને પવણેલા રેવાની જરૂર નથી. જો શક્ય હોય તો, પોતાના અવિશ્વાસી ધણી કા બાયડીની હારે લગન કરેલા રેવું કેમ કે, પરમેશ્વરે આપણને શાંતિથી રેવા હાટુ કીધું છે.


હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે.


કદાસ તમને એમ લાગશે કે, અમે અમારો બસાવ કરવાનો પ્રયત્ન કરી છયી. પણ નય; અમે તો પરમેશ્વરની હામે મસીહને અનુરૂપ વાત કરી છયી. પણ ઈ બધુય તમારા ઘડતર હાટુ જ છે.


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


એની જવાબદારી ઈ છે કે, ઈ પરમેશ્વરનાં લોકોને એનું કામ કરવા હાટુ તૈયાર કરી હકે અને મસીહનો દેહ એટલે કે, મંડળીનું બાંધકામ બધાતું થાય.


કોય ભુંડી વાત તમારા મોઢાથી નો નીકળે પણ ઈ વાતોને કેય જે લોકોની હાટુ જરૂરી છે જે એને વિશ્વાસમાં મજબુત બનવામાં મદદ કરે. તઈ જે કાય પણ તમે કેહો તો ઈ તમારા હાંભળનારનું ભલું કરશે.


તેઓ લોકોની બનાવેલી વાર્તાઓ અને વડવાઓની પેઢીના નામ ગોતવામા પોતાનો વખત ખરાબ કરે નય, જેમાં ખાલી વાદ-વિવાદ થાય છે. અને આ બધીય વાતો પરમેશ્વરનું કામ કરવામા મદદ કરતી નથી, જે વિશ્વાસ ઉપર આધારિત છે. હું તને ફરીથી વિનવણી કરું છું જે તને પેલા કરી હતી.


ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.


બધાયની હારે શાંતિથી રયો, પવિત્રતા વગર કોય પરભુને જોય હકતા નથી.


એને ભુંડાય કરવાથી સતત મનાય કરવી જોયી અને એની બદલે જે હારું છે ઈ કરવુ જોયી. ઈ લોકોને એક-બીજાની હારે શાંતિપૂર્ણ રીતે કામ કરવામા મદદ કરવાનો પ્રયત્ન કરવો જોયી; એને લોકો હારે શાંતિપૂર્ણ રીતે કામ કરવાનો આગ્રહ રાખવો જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ