Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 14:15 - કોલી નવો કરાર

15 જો તારા ખોરાકની લીધે તારા ભાઈને તકલીફ થાય છે, તો ઈ બાબતમાં તું પ્રેમ પરમાણે વરતતો નથી. જેની હાટુ મસીહ મરણ પામ્યો એનો નાશ તું તારા ખોરાકથી નો કર.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 14:15
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

બીજાઓ ઉપર પ્રેમ રાખનારો તેઓનું કોયદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા શાસ્ત્રનું પાલન થાય છે.


તમારુ કાક ખાવાની વસ્તુઓને ખાવાના કારણે પરમેશ્વરનું કામ નો બગાડે, બધુય હારુ તો છે, પણ ઈ હારુ નથી જઈ તમે ઈ વસ્તુ ખાવ છો, એના કારણે તમે બીજાની હાટુ એક ઠોકરનું કારણ બની જાવ છો.


આપડામાંથી દરેકે આપડા સાથીનાં વિશ્વાસીઓ હાટુ કામ કરવુ જોયી, જે એની હાટુ હારુ છે અને જે એને રાજી કરશે અને એના વિશ્વાસને મસીહમા મજબુત બનાવશે.


જો કે, હું માણસોની અને સ્વર્ગદુતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ હોય નય, તો પછી રણકાર કરનારા પિત્તળ કા ઝણકાર કરનારા ઝાંઝરી જેવો હું છું.


હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


જેવી રીતે ઘણાય વખત પેલા ખોટા આગમભાખીયાઓ ઈઝરાયલની વસ્સે જોવા મળ્યા હતાં, એવી જ રીતે તમારી વસ્સે પણ ખોટા શિક્ષકો જોવા મળશે. ઈ ખોટા શિક્ષણોને છુપી રીતે ફેલાવી દેહે, જે લોકોને મસીહ ઉપર વિશ્વાસ છોડાવી દેહે, આ ખોટા શિક્ષક મસીહને પોતાનો સ્વામી માનવાથી પણ નકાર કરી દેહે, જે એમનો માલીક છે, અને જેણે એને પાપની શક્તિથી બસાવ્યા છે. આવી રીતે ઈ પોતાનો અસાનક નાશ કરાવી દેહે.


પરમેશ્વરથી આપડા પાપોને માફ કરવા હાટુ, ઈસુ મસીહ એક બલિદાન થય ગયો, અને ફક્ત આપડી જ હાટુ નય પણ આખા જગતના લોકોના પાપોની માફી હાટુ પણ બલિદાન થયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ