12 તો પછી, આપડામાંથી દરેકને પોતપોતાના કામોનો હિસાબ પોતાએ પરમેશ્વરને આપવો પડશે.
વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે.
કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.
જેથી ઘરના કારભારીને એણે અંદર બોલાવ્યો, અને એને કીધું કે, તારા વિષે હું હાંભળુ છું ઈ શું હાસુ છે? તે મારા રૂપીયાનું શું કરયુ છે? મને હિસાબ આપ કેમ કે, હવેથી તુ મારો કારભારી નય રય હક.
કેમ કે, દરેકે દેહથી જે કરયુ છે, હારું કે ભુંડુ હોય, ઈ પરમાણે બદલો મેળવવા હાટુ આપણને બધાયને મસીહનાં ન્યાયાશન હામે હાજર થાવુ પડશે.
કેમ કે, દરેક માણસ પોતાનો બોજો ઉસકશે.
પણ એક દિ તેઓએ જે કાય કરયુ છે એને પરમેશ્વરથી સ્વીકાર કરવુ પડશે ઈજ છે જે એનો ન્યાય કરશે.