કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”
ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.