Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 13:7 - કોલી નવો કરાર

7 દરેકને એના જે હક હોય ઈ આપો; જેને કરવેરાનો હક હોય એને કરવેરો, જેને જકાતનો હક હોય એને જકાત, જેને બીકનો હક હોય એને બીક, જેને માનનો હક હોય એને માન આપો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 13:7
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિતરે કીધુ કે, “હા.” અને ઈ ઘરમાં આવ્યો તઈ એના બોલતા પેલા ઈસુએ કીધુ કે, “સિમોન, એને શું લાગે છે, જગતના રાજાઓ કોની પાહેથી દાણ કા વેરો લેય છે? પોતાના દીકરાઓ પાહેથી કે પરદેશીઓ પાહેથી?”


તેઓએ એને કીધુ કે, “રોમી સમ્રાટનું છે.” તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જે રોમી સમ્રાટનું ઈ રોમી સમ્રાટને, અને જે પરમેશ્વરનું ઈ પરમેશ્વરને ભરી દયો.”


ઈસુએ જવાબ આપતા તેઓને કીધુ કે, “જે રોમી સમ્રાટની વસ્તુઓ છે ઈ રોમી સમ્રાટને આપો, જે પરમેશ્વરની વસ્તુ છે ઈ પરમેશ્વરને આપો.” તઈ ઈ બધાય બોવજ નવાય પામવા લાગ્યા.


તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?”


ઈસુએ તેઓને કીધું કે, “જે રોમી સમ્રાટનું છે ઈ રોમી સમ્રાટને અને જે પરમેશ્વરનું છે ઈ પરમેશ્વરને સુકવી દયો.”


અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”


ભાઈઓની પ્રત્યે જેવો ગાઢ પ્રેમ એક-બીજાની ઉપર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને વધારે ગણો.


અધિકારીઓ ફરજ નિભાવવામાં પરમેશ્વરની હાટુ કામ કરે છે. એથી તમારે કરવેરા ભરવા જોયી.


પણ ઈ તમારી ઉપર પણ લાગુ પડે છે કે, તમારામાંથી દરેક પોતાની બાયડીને પોતાની જેમ પ્રેમ કરે અને બાયડી પણ પોતાના ધણીને માન આપે.


હે ચાકરો જેમ તમે મસીહને આધીન થાવ છો એમ પૃથ્વી ઉપરનાં જેઓ તમારા માલિકો છે તેઓને માન હારે નિખાલસ મનથી આધીન થાવ.


અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.


જે વડવાઓ મંડળીમાં પોતાનુ કામ હારી રીતે કરે છે, એને હારી રીતે માન અને વેતન મળવું જોયી, ખાસ કરીને તેઓ લોકો જે પરમેશ્વરના સંદેશાને શીખવાડવા અને પરચાર કરવા હાટુ બોવ મેનત કરે છે.


બધાય ગુલામો પોતપોતાના માલીકને માન આપે, જેથી બીજા લોકો પરમેશ્વરની અને આપડા શિક્ષણની નિંદા કરે નય.


એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ