3 કેમ કે, હારા કામ કરનારને અધિકારીની બીક નથી, પણ ભુંડા કામ કરનારને છે. અધિકારીની તને બીક લાગે નય, એવી તારી ઈચ્છા છે? તો તું હારુ કર; એથી ઈ તારા વખાણ કરશે.
કેમ કે, તારા હારા હાટુ ઈ પરમેશ્વરનો કારભારી છે, પણ જો તુ ભુંડાય કરશો, તો બીક રાખ, કેમ કે, ઈ કારણ વગર તલવાર રાખતો નથી; ઈ પરમેશ્વરનો કારભારી છે, એટલે ભુંડું કરનારને ઈ કોપરૂપે બદલો આપનાર છે.