તેઓ દગાથી રંડાયેલીઓની માલ-મિલકત પસાવી પાડે છે, અને જાહેર જગ્યાઓમાં લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વર એને સોક્કસ કડક સજા આપશે.”
કેમ કે, હારા કામ કરનારને અધિકારીની બીક નથી, પણ ભુંડા કામ કરનારને છે. અધિકારીની તને બીક લાગે નય, એવી તારી ઈચ્છા છે? તો તું હારુ કર; એથી ઈ તારા વખાણ કરશે.