13 દિવસના અજવાળામાં જીવનારા લોકોની જેમ આપડુ વરતન લાયક રાખી. એટલે કે, આપડે ભોગવિલાસમાં, નશાખોરીમાં, છીનાળવામાં ભુંડી ઈચ્છાઓ, બાધણા કે, ઈર્ષામાં જીવી નય.
એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.
ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.
ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.
અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.
ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.
બીજાને સદાયની સજાની આગથી બસાવ જે લોકો પાપ કરે છે એના પ્રત્યે દયાળુ થાવ. પણ એના પાપોના ભાગીદાર થાવાથી બીવો, ન્યા હુધી કે એના લુગડાઓથી પણ ધિક્કાર કરો કેમ કે, ઈ તેઓના પાપોથી ખરાબ થય ગયા છે.