11 તમારે એમ કરવાની જરૂર છે કેમ કે, આપડે જાણી છયી આ કેવો વખત છે ઈ તમે જાણો છો. અત્યારે તમારે ઉંઘમાંથી જાગવાનો વખત આવી પૂગ્યો છે. આપડે વિશ્વાસ કરયો, તઈ કરતાં અત્યારે આપડુ તારણ વધારે ઢુંકડુ છે.
કેટલાક લોકો વિસારે છે, કે પરભુ પોતાના આવવાના વાયદાને પુરો કરવામા વાર લગાડી રયો છે, પણ પરભુ એવી રીતે વાર લગાડી રયો નથી. પણ ઈ ધીરજ રાખી રયો છે કેમ કે, ઈ કોયનો પણ નાશ કરવા નથી માગતો, પણ ઈ ઈચ્છે છે કે, દરેક પોતાના મન ફેરવે અને ખોટુ કામ કરવાનું બંધ કરી દેય, અને એની પાહે પાછા આવી જાય.
હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.
જે પણ આ વચન વાસે છે અને જે કોય એને હાંભળે છે જઈ એને જોરથી વાસવામાં આવી રયું હોય, પરમેશ્વર એનુ ભલું કરશે, જે એક ધ્યાનથી હાંભળે છે અને એની આજ્ઞાનું પાલન કરે છે, કેમ કે, ઈ વખત જલ્દી આવી રયો છે જઈ આ બાબતો થાહે.
એણે મને એમ હોતન કીધુ કે, “ઈ સંદેશાને ગુપ્ત નો રાખ જેની વિષે પરમેશ્વરે આ સોપડીમા આગમવાણી કરી છે કેમ કે, પરમેશ્વરનો આ સંદેશો પુરો કરવાનો વખત લગભગ આવી ગયો છે.
તઈ ઈસુએ કીધુ કે, “જોવ, હું જલ્દી જ આવનાર છું, અને લોકોએ જે પણ કરયુ છે ઈ પરમાણે દરેકને એના કામો પરમાણે વળતર આપવા હાટુ કે, દંડ દેવા હાટુ હું આવી રયો છું”