8 જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.
નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”
તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.
સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.
કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.
પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.
કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય.
અને અમે તમારીથી એટલો પ્રેમ કરી છયી કે, ખાલી પરમેશ્વરનાં હારા હમાસાર હંભળાવવા હાટુ નય પણ તમારી હાટુ પોતાનો જીવ પણ દેવા હાટુ તૈયાર હતા. ઈ હાટુ કે, અમે તમારી હારે બોવ પ્રેમ કરતાં હતા.
જે વડવાઓ મંડળીમાં પોતાનુ કામ હારી રીતે કરે છે, એને હારી રીતે માન અને વેતન મળવું જોયી, ખાસ કરીને તેઓ લોકો જે પરમેશ્વરના સંદેશાને શીખવાડવા અને પરચાર કરવા હાટુ બોવ મેનત કરે છે.
તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.
જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો.