Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 12:6 - કોલી નવો કરાર

6 અને આપણને જે કૃપા આપવામાં આવી છે, ઈ પરમાણે જે આપણને જુદા-જુદા વરદાનો મળ્યા છે. એથી જો બોધ કરવાનું વરદાન મળ્યુ હોય તો પોતાના વિશ્વાસ પરમાણે એને બોધ કરવો જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 12:6
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો.


અને જેને બે તાલંત મળ્યા હતા, એણે પણ આવીને કીધું કે, “માલિક, તમે મને બે તાલંત હોપ્યા હતા, જો ઈ ઉપરાંત હું બીજા બે તાલંત વધારે કમાણો છું”


ઈ હાટુ પરમેશ્વરની બુદ્ધિએ પણ કીધું છે કે, “હું તેઓની પાહે આગમભાખીયાઓ અને ગમાડેલા ચેલાઓને મોકલય, અને ઈ તેઓમાંથી કેટલાકને મારી નાખશે અને કેટલાકને હેરાન કરશે.”


અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.


પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”


એની સ્યાર કુવારી દીકરીઓ હતી, જે આગમવાણી કરતી હતી.


કેમ કે, હું તમને મળવાની આશા રાખુ છું કે, હું તમને કાક આત્મિક કૃપા આપીને તમને વિશ્વાસમા મજબુત બનાવુ.


કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.


પણ હાસોહાસ પરમેશ્વરે આપડા દેહના બધાય અંગોને પોતાની ઈચ્છા પરમાણે દેહમાં લાયક જગ્યાએ ગોઠવા છે.


જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.


એક-બીજાને પ્રેમ કરવાની દરેક વખતે કોશિશ કરો, અને આત્મિક વરદાનોને ઉત્સાહથી મેળવવાની ઈચ્છા રાખો, ખાસ કરીને આયા, પરમેશ્વરનાં સંદેશાને જાહેર કરો.


પણ જો બધાય આગમવાણી કરવા મંડશે અને કોય અવિશ્વાસી કા બારે ઉભેલા માણસો અંદર આવી જાય, તો એને દુખ થાહે કે તેઓ પાપી છે, અને તમે જે બોલો છો, એના લીધેથી તેઓ પોતાની રીતે બદલવા માગશે.


આગમભાખીયાઓમાંથી બે કા ત્રણ બોલે, અને ઈ જરૂરી છે કે, બીજા હાંભળે અને પારખે કે, જે વાતો કેવામાં આવી છે, ઈ હાસી છે! કે, નય!


આપોલસ કોણ છે? પાઉલ કોણ છે? અમે તો ખાલી સેવક છયી, જેના દ્વારા તમે લોકોએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, આપડામાંથી દરેકને ઈ જ કામો કરયા જે પરમેશ્વરે આપણને કરવા હાટુ આપ્યું.


હું તો ઈચ્છું છું કે, બધાય માણસો મારી જેવા લગન કરયા વગરના રેય, પણ પરમેશ્વર કેટલાક લોકોને લગન કરવાનું વરદાન આપે છે અને બીજા લોકોને લગન કરયા વગર રેવાનું વરદાન આપે છે.


કેમ કે, જો આ કામ કરવાની ઈચ્છા હોય તો કોય માણસ પાહે જે નથી ઈ પરમાણે નય, પણ જે છે ઈ પરમાણે ઈ ઈચ્છા માન્ય છે.


ભૂતકાળમાં પરમેશ્વરે લોકોને આ રહસ્ય પરગટ નથી કરયુ. પણ હવે એને આત્મા દ્વારા આપડા પવિત્ર ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓને એનો ખુલાશો કરયો છે.


આ મસીહ હતો જેણે આ જવાબદારી મંડળીને દીધી, એમ જ કેટલાય ગમાડેલા ચેલાઓ, કેટલાય આગમભાખીયાઓ, કેટલાય હારા હમાસાર પરચારકો, કેટલાયને પાળકો અને શિક્ષકો બનાવ્યા.


અને આપડામાંથી જેટલા વિશ્વાસમા મજબુત છે, તેઓ આવું વલણ રાખે અને જો કોય પણ વાતમાં તમારુ બીજુ કાય વલણ હોય તો પરમેશ્વર એને પણ તમારી હામે કરી દેહે.


આગમભાખીયાઓની પરગટ કરેલી વાતોને નકામી નો હમજો.


બધાય કરતાં મહત્વની વાત ઈ છે કે, તમે હમજો છો કે, કોય પણ માણસ પોતાની આવડતથી શાસ્ત્રની દરેક આગમવાણીને હમજવાને લાયક નથી, જે શાસ્ત્રમા દીધેલી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ