હવે હું જગતમાં નય રવ, પણ આ જગતમાં રય, કેમ કે હું તારી પાહે આવી રયો છું, હે પવિત્ર બાપ, તારા નામના સામર્થથી તેઓને હાસ્વીને રાખ, જે તે મને દીધુ છે કે, તેઓ આપડી જેમ એક છે.
આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.