21 દૃષ્ટતાથી તું હારી નો જા, પણ ભલાયથી દૃષ્ટતાને હરાવ.
પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો એને ખવડાય; જો તરસો હોય, તો એને પાણી પિવરાય; કેમ કે, આવું કરવાથી તુ એના માથા ઉપર હળગતા દેતવાનો ઢગલો કરય.
દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રેવું કેમ કે, પરમેશ્વર તરફથી નો હોય એવો કોય અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે, ઈ પરમેશ્વરથી નિમાયેલા છે.
ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.