20 પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો એને ખવડાય; જો તરસો હોય, તો એને પાણી પિવરાય; કેમ કે, આવું કરવાથી તુ એના માથા ઉપર હળગતા દેતવાનો ઢગલો કરય.
પણ હું તમને આ કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખવો અને જેઓ તમને હેરાન કરે છે, તેઓની હાટુ પ્રાર્થના કરો.
પણ હું તમને હાંભળનારાઓને કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખજો, જેઓ તમારો વિરોધ કરે છે એનુ ભલું કરો.
દૃષ્ટતાથી તું હારી નો જા, પણ ભલાયથી દૃષ્ટતાને હરાવ.