ઈ હાટુ જો આપડા દેહના એક અંગમાં દુખાવો થાય તો આખાય દેહને દુખ થાય છે. અને એવી જ રીતે જો આપડા દેહના એક અંગને હારી રીતે હંભાળ રાખવામાં આવે તો આખોય દેહ રાજી છે.
અને તઈ હું ઈ વાતોને લીધે આ પત્ર તમને લખુ છું કે, ન્યા એવુ નો થાય કે, મારા આવવાથી, જેનાથી મને ખુશી મળવી જોયી, હું તેઓથી દુખી થય જાવ, કેમ કે મને તમારી બધાય ઉપર આ વાતોનો ભરોસો છે કે, જે મારી ખુશી છે, ઈ જ તમારી બધાયની પણ છે.