14 તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને હરાપ આપતા નય.
પણ હું તમને આ કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખવો અને જેઓ તમને હેરાન કરે છે, તેઓની હાટુ પ્રાર્થના કરો.
ઈસુએ કીધું કે, “હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરી રયા છે ઈ તેઓ જાણતા નથી.” અને અંદરો અંદર છીઠ્ઠીઓ નાખીને, એના લુગડા તેઓએ વેસી લીધા.
જેઓ તમને હરાપ દેય, તેઓને આશીર્વાદ દયો. જેઓ તમારુ અપમાન કરે, તેઓની હાટુ પ્રાર્થના કરો.
પછી ઘુટણે પડીને જોરથી રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને આ પાપ હાટુ માફ કરી દે.” એમ કયને ઈ મરી ગયો.
દૃષ્ટતાથી તું હારી નો જા, પણ ભલાયથી દૃષ્ટતાને હરાવ.
તમે આ વાતનું ધ્યાન રાખો કે, કોય પણ તમારી હારે ખરાબ કરે તો એના બદલે ખરાબ નો કરો, પણ કાયમ તમે એકબીજાની અને બધાયની ભલાય કરવા હાટુ કોશિશ કરો.
એક જ મોઢેથી સ્તુતિ અને હરાપ બેય નીકળે છે. હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આવુ નો થાવુ જોયી.
ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.