Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 12:13 - કોલી નવો કરાર

13 પરમેશ્વરનાં લોકોને જે કાય જરૂરી હોય, એમા તેઓની મદદ કરો, મેમાનનો આવકાર કરવા તમારા ઘર ખુલ્લાં રાખો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 12:13
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે હું ભૂખ્યો હતો, તઈ તમે મને ખવડાવું. જઈ હું તરસો હતો, તઈ તમે મને પાણી પાયુ. હું પારકો હતો, તઈ તમે મને પરોણો રાખ્યો.


તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.


અને તેઓ જેને જેટલી જરૂર પડતી હતી; એની પરમાણે દરેક ગમાડેલા ચેલાઓ ભાગ પાડી લેતા.


જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો.


હવે યહુદીયા પરદેશમાં રેનારા પરમેશ્વરનાં લોકોની મદદ હાટુ મારે તમને લખવાની કાય જરૂર નથી.


કેમ કે, તમારી આ સેવા ખાલી પરમેશ્વરનાં લોકોની જરૂરિયાત જ પૂરી નથી થાતી, પણ એની હારો-હાર લોકો પરમેશ્વરનો બોવ જ આભાર માને છે.


ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.


પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


પણ ઈ મેમાનોને આવકાર કરનારો, બીજાની ભલાયના કામની ઈચ્છામા પ્રેમ રાખનારો, ઈ પોતાના મન ઉપર સંયમ રાખનારો, વિશ્વાસુ, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોયી.


ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.


કેમ કે, હે વિશ્વાસી ભાઈ હું બીજા હાટુ તારો પ્રેમ જાણીને બોવ રાજી અને ઉત્તેજિત થયો છું એટલે કે, તારી દ્વારા પરમેશ્વરનાં લોકો રાજી થયા છે.


ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.


અજાણ્યા મેમાનોને માન આપવાનું નય ભુલતા, કેમ કે એવું કરવા દ્વારા કેટલાક લોકોએ અજાણતા જ સ્વર્ગદુતોને મેમાનોની જેમ માન આપ્યુ હતું.


કેમ કે પરમેશ્વર તમારા કામ અને એના પોતાના નામ પ્રત્યે; તમે જે પ્રેમ બતાવ્યો છે, લોકોની જે સેવા કરી છે અને હજી કરો છો એને ભુલી જાય એવા અન્યાયી નથી.


તમારી વસે જે મસીહ મુસાફર આવે છે એને ખાવાની અને રેવાની જગ્યા આપો, અને આવું કાય પણ ફરયાદ વગર કરયા કરો.


પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.


હે મારા વાલા મિત્ર, તે ઈમાનદારીથી આપડી હારે આપડા સાથી વિશ્વાસી ભાઈઓને મદદ કરવા હાટુ બોવ કામ કરયુ છે, જે ગામે ગામ જયને પરચાર કરનારા સેવક ન્યા હુધી કે, તુ ઈ લોકોની પણ મદદ કરે છે જેને તુ ઓળખતો નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ