કેમ કે, જે દાસની દશામાં પરભુમાં બોલવામાં આવ્યો છે, પરભુએ તમને પાપની તાકાતથી મુક્ત કરયો છે અને એમ જ જે આઝાદની દશામાં બોલાવવામાં આવ્યા છે, તેઓ મસીહના ગુલામ બને છે.
અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.
ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે.
કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.
બધાયથી ખાસ વાત ઈ છે કે, દરેકની હારે ઈમાનદારીથી પ્રેમ કરો, કેમ કે, જો આપડે બીજાને પ્રેમ કરી છયી, તો આપડે ઈ તપાસ કરવાની કોશિશ નય કરી કે એણે શું પાપ કરયુ છે.