8 જેમ લખેલુ છે, પરમેશ્વરે તેઓના મન જડ બનાવી દીધા છે. હજી હુધી તેઓની આખું જોતી નથી, અને કાન હાંભળતા નથી.
એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.
જયને ઈ લોકોને કેય કે, તમે હાંભળશો પણ હમજશો નય, અને જોતા રેહો, પણ તમને દેખાહે નય.