હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.
હે દીકરા તિમોથી, હું ઈ આજ્ઞા તને આપી રયો છું અને હું તને ઈ વાતોને યાદ કરવા હાટુ કવું છું જે ભૂતકાળમાં આગમભાખીયાઓએ કીધી હતી કે, તારી હારે થાહે. તને ખોટા શિક્ષકોની વિરુધ હારી રીતે લડવા હાટુ ઈ શબ્દોનો ઉપયોગ એક હથિયારની જેમ કરવુ જોયી.
એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.