પણ જો ઉજેરવામાં આવેલા જૈતુન ઝાડની કેટલીક ડાળ્યું તોડી નાખવામાં આવી છે, અને જંગલી જૈતુન ઝાડની ડાળ્યુંની એમા કલમ કરવામા આવી છે. તમે બિનયહુદીઓ પેલા જંગલી જૈતુન ઝાડની ડાળ્યું જેવા હતા. હવે યહુદીઓનું મુળ જે તાકાત અને રસથી ભરેલું છે એના જીવનમાં તમે ભાગીદાર થયા છો.
જો તમે જંગલી જૈતુન ઝાડની ડાળખીઓના જેવા છો, અને ઉજેરવામાં આવેલ હારા જૈતુન ઝાડની હારે તમને પ્રકૃતિ વિરુધ ભેળવવામાં આવ્યા છે. યહુદીઓ આ ઉજરેલા ઝાડની ડાળખીઓ જેમ છે. પરમેશ્વરની હાટુ ઈ અસલ ડાળખીઓને તેમના પોતાના જૈતુન ઝાડમાં કલમ કરવાનું કામ કેટલું હેલ્લું છે.