હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.
તઈ હું કવ છું કે, શું તેઓને પાપની ઠોકર લાગી કે, તેઓ પડી ગયા નય! કોયદી નય! પણ તેઓની આજ્ઞા નો માનનારા બિનયહુદીઓને તારણ મળ્યુ, જેથી ઈઝરાયલ દેશનાઓને ઈર્ષા થાય.
નય! કોયદી નય! પણ પરમેશ્વર સદાય હાસુ જ બોલે છે અને દરેક માણસ ખોટો ઠરશે, જેમ કે, શાસ્ત્ર પરમેશ્વરનાં વિષે કેય છે, જેનાથી તુ પોતાની વાતમાં ન્યાયી ઠરશે અને ન્યાય કરતી વખતે તુ જીત મેળવ.