Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 10:6 - કોલી નવો કરાર

6 પણ જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, ઈ એવું કેય છે કે, તુ તારા મનમાં નો કેય કે, સ્વર્ગમાં કોણ સડશે? એટલે કે, મસીહને નીસે લીયાવવા હાટુ;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 10:6
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે સ્વર્ગમાંથી ઉતરીને જે જગતને જીવન આપે છે, ઈ પરમેશ્વરની રોટલી છે.”


કેમ કે હું મારી પોતાની ઈચ્છા નય, પણ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પુરી કરવા સ્વર્ગમાંથી ઉતરયો છું


જે રોટલી સ્વર્ગમાંથી ઉતારી ઈ એવી છે જેને વડવાઓ ખાયને મરી ગયા આ એવી નથી, આ રોટલી જે ખાય છે ઈ સદાય જીવતો રેહે છે.”


એટલે પરમેશ્વરનું ન્યાયીપણું જે મસીહ ઈસુ ઉપરનાં વિશ્વાસ દ્વારા બધાય વિશ્વાસ કરનારાઓની હાટુ છે ઈ; કેમ કે, એમા કાય પણ ફેરફાર નથી.


પરમેશ્વરે એને સડાવ્યો જેથી મસીહના લોહીથી ઈ એવુ બલિદાન બની જાય જેના દ્વારા લોકોના પાપોને એના વિશ્વાસના લીધે માફ કરી દેવામાં આવે. પરમેશ્વર આ દેખાડવા હાટુ કે ઈ ન્યાયી છે. ભૂતકાળમાં ઈ ધીરજવાન હતો અને લોકોના પાપોને ગણકારતો નોતો, પણ હાલના વખતમાં ઈ પોતાના પાપોનો બદલો આપે છે જેથી ઈ પોતાની ધાર્મિકતાને દેખાડી હકે આ રીતે પરમેશ્વર દેખાડે છે કે, ઈ પોતે ન્યાયી છે અને ઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરનારા બધાય લોકોને હાસા ઠરાવે છે.


પરમેશ્વરે ઈબ્રાહિમ અને એના વંશજો હારે વાયદો કરયો કે, ઈ તેઓને આ જગત આપશે. ઈ વાયદો એટલા હાટુ નોતો કરવામા આવ્યો કેમ કે, ઈબ્રાહિમે નિયમશાસ્ત્રનું પાલન કરયુ, પણ પરમેશ્વરમાં એના વિશ્વાસના કારણે એને ન્યાયી જાહેર કરવામા આવ્યો.


અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.


દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ