21 પણ ઈઝરાયલ દેશના વિષે પરમેશ્વર આવું કેય છે, આખો દિવસ માને નય અને વિરુધ બોલનારા લોકો બાજુ મે મારા હાથ લાંબા કરયા.
અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.
અને તેઓ અમને બિનયહુદીઓને પાપ વિષે બતાવાથી રોકવાની કોશિશ કરી રયા હતાં કે, પરમેશ્વર તેઓને કેમ બસાવી હકે છે.
અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.