19 પાછુ હું પુછુ છું કે, શું ઈઝરાયલ દેશના લોકો જાણતા નોતા? પેલા મુસાએ કીધું કે, જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામા ઈર્ષા ઉભી કરય; અણહમજુ પ્રજા ઉપર હું તમારામા ગુસ્સો ઉભો કરય.
તઈ હું કવ છું કે, શું તેઓને પાપની ઠોકર લાગી કે, તેઓ પડી ગયા નય! કોયદી નય! પણ તેઓની આજ્ઞા નો માનનારા બિનયહુદીઓને તારણ મળ્યુ, જેથી ઈઝરાયલ દેશનાઓને ઈર્ષા થાય.
હવે મારો કેવાનો અરથ ઈ છે કે, તમારામાંથી કોય તો પોતાની જાતને કેય છે કે, “હું પાઉલની હારે.” કા “હું આપોલસની હારે,” કા “હું પિતરની હારે,” કા “હું મસીહની હારે સેવક છું”
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ પૃથ્વી ઉપરનાં આપણા દેહ માંસ અને લોહીથી બનેલા છે, અમે સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યમાં પોતાના દેહ હારે રય હકતા નથી. જે મરી હકે છે કેમ કે, ન્યા પણ કોય મોત નથી.
કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.
એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.