જેમ શાસ્ત્રમા લખેલુ છે, જોવ હું સિયોનમાં એક એવો પાણો મુકુ છું જે લોકોને ઠેય ખવડાવીને પડવાનું કારણ બને છે, અને એવી ભેખડ જે લોકોને પાડશે અને જે એની ઉપર વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.
આ એવુ જ છે જેવું પરમેશ્વર શાસ્ત્રમા કેય છે, જોવો! મે એક કિંમતી પાણો ગમાડયો છે જે સિયોન શહેરના ઘરને મજબુત બનાવવા હાટુ ઉપયોગ કરવામા આવે છે. જે કોય પણ એની ઉપર ભરોસો કરે છે, ઈ શરમાહે નય.