ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તારા છોકરાને બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.
પણ મને મારા વિષયમાં લોકોની સાક્ષીની જરૂર નથી, તો પણ મે તમને તેઓની સાક્ષીના વિષે બતાવ્યું છે, જે યોહાન જળદીક્ષા આપનારાને બતાવતા, ઈ હાટુ તમે તારણ પામી હકો.
જેમ શાસ્ત્રમા લખેલુ છે, જોવ હું સિયોનમાં એક એવો પાણો મુકુ છું જે લોકોને ઠેય ખવડાવીને પડવાનું કારણ બને છે, અને એવી ભેખડ જે લોકોને પાડશે અને જે એની ઉપર વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.