Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 1:7 - કોલી નવો કરાર

7 હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 1:7
70 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.


ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”


અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ.


તઈ અનાન્યા જવાબ દીધો કે, “હે પરભુ, મે ઘણાય લોકોથી આ માણસની વિષે હાંભળ્યું છે કે એણે યરુશાલેમ શહેરના તારા લોકોને કેટલા સતાવ્યા છે.


તમે વિશ્વાસી લોકો જે રોમ શહેરમાં રયો છો, તમે પણ આ લોકોનો ભાગ છો જેને ઈસુ મસીહના થાવા હાટુ બોલાવા છે.


હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે.


આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.


અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.


ઉસાય, ઊંડાણ, કે પરમેશ્વરની રસના કરેલી બીજી કોય પણ વસ્તુ આપણને પરમેશ્વરનાં પ્રેમથી નોખી કરી હકશે નય જે મસીહથી મળ્યું છે.


હોશિયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, “જે મારી પ્રજા નથી, એને હું મારી પ્રજા કરય; અને જે પ્રજા ઉપર મે પ્રેમ કરયો નથી, એને હું વાલી પ્રજા કેય.”


પણ જેઓને પરમેશ્વરે તેઓના લોકો થાવા હાટુ બોલાવ્યા છે, શું યહુદી કે, શું બિનયહુદીઓ; આજ મસીહ પરમેશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી હારે રેય.


પરભુ ઈસુ મસીહની કૃપા અને પરમેશ્વર બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારી બધાયની હારે રેય, આમીન.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે, પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની હારે રેય, આમીન.


આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા દેખાડે અને તમને શાંતિ દેય.


હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.


આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


મસીહ જે મને સામર્થ આપે છે એમા હું બધુય કરી હકુ છું


આપડા પરમેશ્વર બાપની મહિમા સદાસર્વકાળ હુધી થાય. આમીન.


આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની હારે રેય. આમીન.


હું પાઉલ આ પત્ર મસીહમા ઈ પવિત્ર અને હાસા વિશ્વાસી ભાઈઓને લખું છું જેઓ કોલોસ્સી શહેરમાં રેય છે. આપડા પરમેશ્વર બાપ તમને કૃપા અને શાંતિ આપતો રેહે.


ઈ હાટુ જઈ કે, પરમેશ્વરે તમને પોતાના પવિત્ર લોકો થાવા હાટુ ગમાડયો છે અને તમને પ્રેમ કરે છે, મોટી દયા, ભલાય, દયાળુ, નમ્ર, અને સહનશીલતા અપનાવો.


અને ઈ શાંતિ જે મસીહ આપે છે, ઈ તમારા હ્રદયમાં રાજ કરવા દયો કેમ કે, તમે બધાય એક દેહના ભાગ છો અને ઈ હાટુ તમને એકબીજાની હારે શાંતિથી રેવા હાટુ બોલાવ્યા છે અને તમે આભારી બનેલા રયો.


આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી છે, આ થેસ્સાલોનિકાના શહેરની વિશ્વાસી મંડળીઓને અમે લખી રયા છયી, જે પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહથી સંબધિત છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી ઉપર કૃપા કરે, અને તમને શાંતિ આપે.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે જાણી છયી કે, પરમેશ્વર તમને પ્રેમ કરે છે અને તેઓએ તમને આપડા લોકો થાવાને હાટુ ગમાડયા છે.


કેમ કે, પરમેશ્વરે આપણને ખરાબ જીવન જીવવા હાટુ નય, પણ પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવ્યા છે.


આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર બની રેય. આમીન.


આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની ઉપર થાતી રેય. આમીન.


જેઓના માલિક વિશ્વાસી છે, તેઓ ભાઈ હોવાના લીધે આદર આપે. અને હારી રીતે સેવા કરે કેમ કે, જે લોકો એની સેવાનો લાભ લેય છે, તેઓ વિશ્વાસી જ છે જેનાથી તેઓ પ્રેમ રાખે છે. આ વાતોનો પરચાર કરયા કર અને હંમજાવતો રે.


હે તિમોથી, તુ જે મારા દીકરાની જેમ છે, હું પાઉલ તને આ પત્ર લખી રયો છું પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહની તરફથી કૃપા, દયા, અને શાંતિ તને મળતી રેય.


હું પ્રાર્થના કરું છું કે, પરભુ તારી હારે રેય, અને એની કૃપા તમારા બધાય ઉપર થાતી રેય. આમીન.


હું પાઉલ આ પત્ર તિતસને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરા જેવો છે, પરમેશ્વર બાપ, અને આપડા તારનાર ઈસુ મસીહની તરફથી કૃપા અને શાંતિ તને મળતી રેય.


હું પ્રાર્થના કરું છું કે, પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર બનેલી રેહે. આમીન.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરમેશ્વર બાપ અને આપડા પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


આ પત્ર હું પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહનો ગમાડેલો ચેલો યાકુબ યહુદી બાર કુળોને લખી રયો છું; જે જગત ભરમાં વિખેરાય છે, ઈ બારેય કુળોને મારા સલામ.


એની કરતાં, પરમેશ્વરની જેમ, ઈ જે તમને પવિત્ર થાવા હાટુ ગમાડીયા, જે ભુંડાયથી જુદો છે, તમારેય પોતાને દરેક ભુંડાયથી જુદુ થાવુ જોહે એની જેવા દરેક કામ જે તમે કરો છો.


જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.


પરમેશ્વર બાપ અને એનો દીકરો ઈસુ મસીહની તરફથી કૃપા, દયા, અને શાંતિ તમારી હારે બનેલી રેય જે હાસાય અને પ્રેમમાં રેય છે.


એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું


પર્ગામમના શહેરમાં મંડળીના દુતને આ સંદેશો લખ, હું આ વાત તને કય રયો છું હું ઈ જ છું; જેની પાહે તલવાર છે જેની બેય ધાર હજાવેલી છે.


થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,


જે હમજવા તૈયાર છે એને હમજવા અને માનવા દયો, ઈ સંદેશાને જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે.


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ તમારી બધાયની હારે કૃપાથી કામ કરવાનું સાલું રાખે, જે પરમેશ્વરનાં લોકો છે. આમીન.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


જે હાંભળવા માગે છે, તેઓ હાંભળી લેય કે પરમેશ્વરનો આત્મા મંડળીને શું કેય છે.


ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ