હું સોકી ગયો છું કે, પરમેશ્વરે જેણે તમને મસીહની કૃપા દ્વારા પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા. એથી તમે ઉતાવળથી ભટકીને એક જુદા હારા હમાસાર સ્વીકાર કરવા હાટુ અને તમે એની જેમ કરવા લાગ્યા છો.
પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.
જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.
કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.
એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.
તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.
ઈજ કારણે ભાઈઓ, તમે પોતાને અને બીજા લોકોને ઈ બતાવવા હાટુ હજી હારો વ્યવહાર કરવા હાટુ કઠણ પ્રયત્ન કરો કે, પરમેશ્વરે તમને ખરેખર ગમાડયા છે અને તમને પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. જો તમે એવુ કરશો તો પાક્કી રીતે પરમેશ્વરથી જુદા નય થાવ.
હું યહુદા, તમને આ પત્ર લખી રયો છું, હું ઈસુ મસીહનો એક ચાકર છું, અને યાકુબનો ભાઈ છું, હું તમને લોકોને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાની ઉપર વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા છે, આપડા પરમેશ્વર બાપ તમને પ્રેમ કરે છે, અને તમને ઈસુ મસીહ દ્વારા હંભાળી રાખ્યા છે.
ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.