પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.
આ કારણથી કે, પરમેશ્વરને જાણયા પછીય તેઓએ એને પરમેશ્વરનાં રૂપમાં માન આપ્યુ નય, અને આભાર માન્યો નય, પણ ઈ પુરી મુરખાયથી વિસારે છે તેઓ એવી રીતે નથી વિસારતા જેમ તેઓને વિસારવુ જોયી, એટલે તેઓના મન આંધળા થયા છે.