Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 1:30 - કોલી નવો કરાર

30 નીન્દાખોર, પરમેશ્વરનાં વેરી, દુષ્ટ, અભિમાની, દેખાડો કરનારા, પ્રપંચી, મા-બાપની આજ્ઞાને નો માનનારા

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 1:30
42 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, પરમેશ્વરે કીધુ કે, “તમે તમારા માં-બાપને માન આપો, જે કોય એના માં-બાપની નીંદા કરે ઈ જરૂર મારી નાખવામાં આવે.”


ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”


અને ન્યા હુધી કે, તમારા માં-બાપ, ભાઈઓ અને બીજા સબંધીઓ અને મિત્રો તમને દગો દેહે, અને તમારામાના કેટલાકને તો મારી પણ નાખશે.


જગતના લોકો તમારી ઉપર ધિક્કાર નય કરી હકે, પણ તેઓ મારી ઉપર ધિક્કાર કરે છે, કેમ કે એના વિષે હું આવી સાક્ષી દવ છું કે, તેઓના કામો ખરાબ છે.


કેમ કે, થોડાક દિવસ પેલા થ્યુદા નામનો માણસ આવ્યો, અને આવું કેતોતો કે, હું મોટો માણસ છું, ઈ હાટુ સ્યારસો માણસો ટોળામાં ગયા, પણ એને મારી નાખવામાં આવ્યા, અને જેટલા લોકો એને માનતા હતાં, ઈ બધાય વેર વિખેર થયને ભાગી ગયા.


કેમ કે, તુ પોતાને યહુદી કે છો, નિયમશાસ્ત્ર ઉપર ભરોસો રાખ છો, અને અભિમાન કરો છો કે, તમે પરમેશ્વરનાં ખાસ લોકો છો.


તમે જે શાસ્ત્રની વિષે અભિમાન કરો છો, ઈ શાસ્ત્રનો નકાર કરીને શું તમે પરમેશ્વરનુ અપમાન કરો છો?


શું આપડે અભિમાન કરી હકી છયી કે, આપડે પરમેશ્વર દ્વારા સ્વીકાર કરવા હાટુ કાક કરયુ છે. એની તો જગ્યા જ નથી. ક્યા નિયમનાં કારણથી? શું આ ઈ કારણ છે કે, આપડે નિયમશાસ્ત્રનું પાલન કરી છયી?, નય પણ વિશ્વાસના કારણે.


અને આપડે હદથી બારે બીજાના દુખો ઉપર અભિમાન નથી કરતાં, પણ આપડે આશા છે કે, જેમ-જેમ તમારો વિશ્વાસ વધતો જાહે ન્યા-ન્યા આપડે પોતાની હદ પરમાણે તમારી વસે વધારે હારા કામો કરવા પામશું.


કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.


માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.


કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,


કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.


એવી જ રીતે જીભ પણ એક નાનું અંગ છે અને અભિમાન કરે છે જેમ કે, થોડીક આગથી ખૂબ મોટા જંગલમાં આગ લાગી જાય છે.


પણ અત્યારે તમે પોતાની અભિમાની યોજનાઓ ઉપર અભિમાન કરો છો આવા બધાય અભિમાનો ખરાબ છે.


જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.


આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ