પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.
આ કારણથી કે, પરમેશ્વરને જાણયા પછીય તેઓએ એને પરમેશ્વરનાં રૂપમાં માન આપ્યુ નય, અને આભાર માન્યો નય, પણ ઈ પુરી મુરખાયથી વિસારે છે તેઓ એવી રીતે નથી વિસારતા જેમ તેઓને વિસારવુ જોયી, એટલે તેઓના મન આંધળા થયા છે.
એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે.
અને જેમ જાન્નેસ અને જામ્બ્રેસે મુસાનો વિરોધ કરયો હતો, એમ જ આ ખોટા શિક્ષકો હાસા સંદેશાનો વિરોધ કરે છે, આ આવા માણસ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે અને તેઓનો વિશ્વાસ દેખાડો કરે છે.
ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.
તેઓ એવુ કેહે કેમ કે, તેઓ ઈ વાતને ભુલાવા ઈચ્છે છે કે, ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાથી આભ અને પૃથ્વી બન્યા હતા. એણે પૃથ્વીને પાણીમાંથી બારે કાઢીને એને પાણીથી જુદી કરી દીધી.