કેમ કે, “આપડે પરમેશ્વરનાં સંતાન છયી ઈ હાટુ આપડે આવું કોય દિવસ નો વિસારવું જોયી કે, ઈશ્વર હોનું, સાંદી કે પાણાની જેવા છે, જેને માણસે પોતાના હાથની કારીગરી અને પોતાની હંમજણ પરમાણે બનાવ્યા.
કેમ કે, જેમ બિનયહુદીઓ જેમાં ખુશી મનાવે છે, ઈ પરમાણે કામ કરવામા તમે તમારા જીવનનો ભૂતકાળનો વખત વિતાવ્યો છે, ઈ ઘણુય છે, ઈ વખત તમે છીનાળવામાં, દેહિક ઈચ્છાઓમા, દારૂ પીવામાં, મોજ-શોખમાં અને ધિક્કારાયેલી મૂર્તિપૂજામા ગરક હતા.
બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય.