Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 1:21 - કોલી નવો કરાર

21 આ કારણથી કે, પરમેશ્વરને જાણયા પછીય તેઓએ એને પરમેશ્વરનાં રૂપમાં માન આપ્યુ નય, અને આભાર માન્યો નય, પણ ઈ પુરી મુરખાયથી વિસારે છે તેઓ એવી રીતે નથી વિસારતા જેમ તેઓને વિસારવુ જોયી, એટલે તેઓના મન આંધળા થયા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 1:21
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને સજાની આજ્ઞાનું કારણ આ છે કે, અંજવાળું જગતમાં આવ્યું છે, પણ લોકોએ અંજવાળા કરતાં અધારાને વધારે ગમાડયુ કેમ કે, તેઓનું કામ ખરાબ હતું.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


કેમ કે, પરમેશ્વર વિષે જે જાણી હકાય ઈ એનામાં પરગટ કરેલું છે; પરમેશ્વરે તેઓને પરગટ કરયુ છે.


કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા.


તેઓની આખું કાળા ભમ્મર અંધારા જેવી થાય કે, જેથી તેઓ જોય નો હકે અને તેઓનો વાહો તમે સદાય વાંકો વાળો.”


અને પાછુ બિનયહુદી લોકો પણ એની દયાને લીધે પરમેશ્વરની મહિમા કરે, ઈ હાટુ મસીહ ઈસુ પરમેશ્વરનાં હાસને લીધે સુન્નતીઓના ચાકર થયા. શાસ્ત્રમા લખેલુ છે કે, ઈ કારણ હાટુ હું બિનયહુદીઓમાં તમારી મહિમા કરય અને તમારા નામનું ગીત ગાય.


કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,


કેમ કે, તમે જાણો છો કે, વીતી ગયેલ વખતમાં તમે એક નકામી રીતે જીવન જીવી રયા હતા, જે તમારા વડવાઓના વખતથી હાલ્યો આવે છે, પણ તમને ઈ નાકામાં જીવનથી બસાવી લેવામાં આવ્યા છે. તમને હોનું કે, સાંદી જેવી નાશ થાય જાવાવાળી વસ્તુથી વેસાતી લેવામાં આવ્યા નથી.


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


એણે મોટી હાક મારીને કીધુ કે, “પરમેશ્વરથી બીવો, અને એને માન આપો કેમ કે, હવે લોકોનો ન્યાય કરવાનો વખત છે, એનુ ભજન કરો કેમ કે, આ ઈ જ છે જેણે આભ, પૃથ્વી, દરીયો અને પાણીના ઝરણાની રસના કરી છે.”


હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ