Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 1:20 - કોલી નવો કરાર

20 કેમ કે, પરમેશ્વરનાં સામર્થ્ય અને ગુણને નથી જોય હકાતા પણ આ વાતોને પરમેશ્વરે જગતની શરુઆતથી પોતાની બનાવેલ બધીય વસ્તુઓ દ્વારા બતાવું છે એટલે ઈ લોકો કોય બાનું કાઢી હકે એમ નથી કે, ઈ પરમેશ્વરને નથી જાણતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 1:20
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ કે, તમે સ્વર્ગમાના બાપના દીકરાઓ થાવ કેમ કે, ઈ ભલા અને ભુંડા લોકો બધાય ઉપર પોતાના સુરજને ઉગાડે છે, ને ભલા અને ભુંડા લોકો ઉપર વરસાદ વરહાવે છે.


પણ શરૂઆતમાં જઈ પરમેશ્વરે બધુય બનાવ્યું, તઈ એણે તેઓને બાય અને માણસ કરીને બનાવ્યા.


પરમેશ્વરને કોય માણસે કોયદી જોયા નથી; એનો ખાલી એક દીકરો, જે બાપની બાજુમાં છે, એણે પરમેશ્વરને પરગટ કરયો છે.


જો હું આવતો અને એને ઈ વાત કેતો, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે એની પાહે પોતાના પાપો હાટુ કોય બાનું નથી.


કેમ કે, “આપડે પરમેશ્વરનાં સંતાન છયી ઈ હાટુ આપડે આવું કોય દિવસ નો વિસારવું જોયી કે, ઈશ્વર હોનું, સાંદી કે પાણાની જેવા છે, જેને માણસે પોતાના હાથની કારીગરી અને પોતાની હંમજણ પરમાણે બનાવ્યા.


“ભાઈઓ અને આગેવાનો હું તમારી હામે મારો બસાવ રજુ કરું છું હાંભળો!”


કેમ કે, પરમેશ્વર વિષે જે જાણી હકાય ઈ એનામાં પરગટ કરેલું છે; પરમેશ્વરે તેઓને પરગટ કરયુ છે.


પણ હવે પરગટ થયને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓ દ્વારા બધાય બિનયહુદી લોકોને સંદેશા દ્વારા બતાવી દીધુ છે કે, તેઓ વિશ્વાસથી આજ્ઞા પાળનારા થય જાય.


ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.


ઈ બતાવે છે કે, પરમેશ્વરનાં નિયમશાસ્ત્ર તેઓના હ્રદયોમાં લખેલુ છે, કેમ કે, તેઓ પોતાનો વિવેક દેખાડે છે કે, આ હાસુ છે કેમ કે, તેઓનો વિસાર કા તો એની ઉપર દોષ લગાડે છે કા તેઓને બતાવે છે કે, ઈ હાસુ કરી રયા છે.


તો પછી, આપણે બુદ્ધિશાળી લોકોના વિષે શું કય હકી છયી? યહુદી નિયમના શિક્ષકો વિષે આપડે શું કય હકી છયી? આપડે જગતમાં એવા લોકોના વિષે શું કય હકી છયી જે બોલવામાં સાલાક છે? પરમેશ્વરે ઈ બધાયને મુરખા બનાવી દીધા છે અને પોતાની બુદ્ધિને નકામી દેખાડી છે.


કોય પણ પરમેશ્વરને નથી જોય હકતો, પણ જઈ એનો દીકરો એક માણસ બન્યો, તો એને પરમેશ્વરની હામે પરગટ કરવામા આવ્યો, અને પરમેશ્વરે જે પણ બનાવ્યું છે, એની બધાય ઉપર એનો ઉસો અધિકાર છે.


ઈ હાટુ ભુલમાં નો રયો કેમ કે, જઈ મસીહ માણસ બન્યો, તઈ પણ ઈ પુરી રીતે પરમેશ્વર હતો.


હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.


ખાલી એકમાત્ર ઈ જ છે; જે કોય દિવસ નય મરે, અને એની પાહે કોય જય નય હકે એવા સમકતા અજવાળામા રેય છે, અને કોય માણસે એને નથી જોયો અને ક્યારેય પણ કોય એને જોય નય હકે, એનુ માન અને સામર્થ સદાય હાટુ રેહે, આમીન.


વિશ્વાસથી જ રાજાના ગુસ્સાથી નો બીયને ઈ મિસર દેશને છોડીને વયો ગયો, કેમ કે ઈ હમજી ગયો હતો કે માનો એણે પરમેશ્વરને જોય લીધા છે, બીજા કોય પણ એને જોય હક્તા નથી.


તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ