કેમ કે, પરમેશ્વરનાં સામર્થ્ય અને ગુણને નથી જોય હકાતા પણ આ વાતોને પરમેશ્વરે જગતની શરુઆતથી પોતાની બનાવેલ બધીય વસ્તુઓ દ્વારા બતાવું છે એટલે ઈ લોકો કોય બાનું કાઢી હકે એમ નથી કે, ઈ પરમેશ્વરને નથી જાણતા.
ફરીથી જઈ બીજી જાતિના લોકો જેઓની પાહે નિયમશાસ્ત્ર નથી, તઈ લોકો સામાન્ય રીતેથી મૂસાના નિયમશાસ્ત્રને મેળવેલા કામોમાંથી થોડાક કામો કરે છે. તો મૂસાના નિયમશાસ્ત્ર તેઓની પાહે નો હોવા છતાં પણ તેઓ સાબિત કરે છે કે, તેઓની પાહે તેઓના પોતાના મનમા એક નિયમશાસ્ત્ર છે.