18 પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.
તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે
અને ઈ બધાય પરકારના ખરાબ કામો કરીને આ બધાય લોકોને દગો આપશે, જે સદાયને હાટુ વિનાશ થાવાના છે કેમ કે, તેઓએ ઈ હાસાય ઉપર વિશ્વાસ નથી કરયો જે એનો બસાવ કરી હકતો હતો.