17 કેમ કે, હારા હમાસારમાં પરમેશ્વર લોકોને પોતાની હારે હાસા ઠરાવે છે જેમ શાસ્ત્રમાં લખેલુ છે ઈ જે પરમેશ્વરની દ્વારા વિશ્વાસથી ન્યાયી બનાવામાં આવ્યો છે ઈ વિશ્વાસથી જીવશે.
પણ હવે મૂસાના નિયમશાસ્ત્રના બધાય નિયમોનું પાલન કરયા વગર પરમેશ્વર આપણને પોતાની હારે હાસા જાહેર કરે છે. બોવ પેલાથી મૂસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાઓની સોપડીમા ઈ લખ્યું છે કે, કેવી રીતે આપડે પરમેશ્વર દ્વારા ન્યાયી બની ગયા છયી.
જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?
ઈ સોખું છે કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ પરમેશ્વરની હામે ન્યાયી નથી ઠરાવામાં આવતો કેમ કે, જે કોય પરમેશ્વરમાં વિશ્વાસ કરે છે એને ઈ ન્યાયી ઠરાવે છે અને ઈ સદાય જીવતો રેહે.
અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.